ઉનાળાની મોસમ એપ્રિલમાં શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે. આ ઋતુમાં દિવસો લોબા અને રાત નાની હોય છે. આ ઋતુ આપણા માટે સૂર્યની ઉષ્ણતા લાવે છે કારણ કે પૃથ્વીનો જે ભાગ સૂર્યના સીધા કિરણોનો સામનો કરી રહ્યો છે તે ભાગમાં ઉનાળો હોય છે.આ કારણે પૃથ્વીનું તાપમાન 45 થી 50 સેલ્સિયસ સુધીનુ હોય છે. ઉનાળામાં વિદ્યાર્થીઓને વેકેશન હોય છે તેથી તેઓને ઉનાળો ખૂબ ગમે છે. ઉનાળાની ઋતુ પણ મારી મનપસંદ ઋતુ છે. વિધાર્થીઓને શાળાએ જવું પડતું નથી અને કોઈ હોમવર્ક પણ કરવુ પડતું નથી.તેઓને માત્ર રમવા અને મનોરંજન કરવાનું જ હોય છે. બાળકો સામાન્ય રીતે સવારે વહેલા ઊઠે છે અને રમતના મેદાનમાં જાય છે રમતો રમે છે અને તે પછી તેઓ મધ્યાનમાં વિડીયો ગેમ્સ, મુવીઝ અને અન્ય પ્રવૃત્તિઓ રમે છે અને સાંજે મોડી રાત સુધી રમે છે તેથી ઉનાળાની ઋતુ બાળકો માટે સારી રીતે વિકાસ કરવા માટે વરદાન સમાન છે.
ઉનાળામાં આપણે બધા મનપસંદ ફળ કેરી ખાવાનું પસંદ કરીએ છીએ. આપણને તરબૂચ ,પપૈયા અને અન્ય રસદાર ફળો પણ મળે છે. ઉનાળામાં માતાઓ અથાણું અને અન્ય વાનગીઓ બનાવે છે જે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે. લોકોને કેરીનો રસ અને શેરડીનો રસ પીવો ગમે છે જેને લોકો પૃથ્વી પરનું અમૃત કહે છે. ઉનાળો પણ ખૂબ જ હાનિકારક છે બપોરના સમયે ગરમ હવા ફૂંકાય છે જે આપણને બીમાર પણ કરી શકે છે. લોકો ડીહાઈડ્રેટ પણ થાય છે. ત્વચામાં બળતરા પણ થાય છે. ઉનાળામાં જળાશય લગભગ ખાલી હોય છે અને તમામ પાણીનું બાષ્પીભવન થઈ જાય છે લોકો પાણીની તંગીનો સામનો કરે છે. ઉનાળાની હાનિકારક અસરથી પશુઓ અને કેટલીક વાર લોકો પણ મૃત્યુ પામે છે. લીલા બગીચા ભૂરા જમીનમાં ફેરવાઈ જાય છે અને ખેડૂતોને પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.આ સિઝનમાં રણ વિસ્તારમાં જીવવું મુશ્કેલ છે લોકો મોટેભાગે ઠંડક અને ઠંડું પાણી મેળવવા માટે એર કુલર, ફ્રીઝ નો ઉપયોગ કરે છે. લોકો દિવસોમાં બહાર જવાનું પણ ટાળે છે. લોકો પોતાને સુતરાઉ કાપડથી ઢાંકે છે.સુખી લોકો આખો દિવસ એસી માં રહી ઠંડકનો અનુભવ કરે છે. હવે તો ઓફીસમાં પણ એસી આવી ગયા છે. ઉનાળામાં બપોરે ઘરની બહાર નીકળોતો સુમસામ લાગે છે. આપણી આજુબાજુ ઝાડ.ઘાસ અને બીજી વનસ્પતિ સુકાઇ ગઇ હોય છે.
ઉનાળામાં લોકો મોટેભાગે વેકેશન ગાળવા અને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન પર જાય છે. સાંજે લોકો બહાર જે પોતાનું કામ કરે છે તે મિત્રો સાથે સમય વિતાવે છે અને ઉનાળામાં રાહત મેળવવા માટે તેઓ આઈસ ડીશ અને ગોલા પણ ખાય છે. ઉનાળાની સૌથી સુંદર વાત એ છે કે લોકો ધાબા પર સુઈ જાય છે જેથી તેમને ઠંડી હવા મળે અને ત્યાંથી તેઓ આખું આકાશ તારાથી ભરેલું જોઈ શકે છે. જે અદભુત છે લોકો સ્વિમિંગ પૂલ કે નદીમાં તરવા પણ જાય છે . લોકો ગરમીથી રાહત મેળવવા વોટરપાર્ક માં જાય છે.
ઉનાળો આમતો આપણને ગરમીથી બહુ હેરાન કરે છે. પણ સમગ્ર જનજીવન માટે વરદાનરૂપ છે. કારણકે ઉનાળાની ગરમીને લીધે પાણીનુ બાષ્પીભવન થઇ વરાળ સ્વરૂપે તે આકાશમાં જઇ વાદળ બને છે. અને તે વરસાદ સ્વરુપે ચોમાસમાં પાણી સ્વરૂપે પાછુ આવે છે. આમ ઉનાળો ખુબજ ઉપયોગી છે.
મારે તો ઉનાળામાં શાળામાં રજા હોય છે. એટલે રમવાની ખુબ જ મજા પડે છે..એટલે તો ઉનાળો મારી પ્રિય ઋતુ છે.
No comments:
Post a Comment