Friday 4 November 2022

Bhagatsinh Gujarati Nibandh / ભગતસિંહ વિશે ગુજરાતી નિબંધ / ભગતસિંહ ગુજરાતી નિબંધ



ભારત તો પહેલેથી જ વીરો ની ભૂમિ રહી છે. એવા વીરો ની ભૂમિ ભારત માં એક મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ થઈ ગયા.


વીર ભગતસિંહનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭નાં રોજ પંજાબનાં લયલપુર જીલ્લાનાં “બન્ગા” (હાલ પાકિસ્તાન) ગામમાં થયો હતો. વીર ભગતસિંહનાં પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિધ્યાંવતિ હતું.


લાહોર નેશનલ કૉલેજ (હાલ પાકિસ્તાન)માં ભગતસિંહ નો સુખદેવ, ભગવતી ચારણ અને યશપાલ નો પરિચય થયો.


13 એપ્રિલ 1919 નાં દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદીર નજીક જલિયાવાલા બાગમાં અંગ્રેજ અધિકારી બ્રીગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેનાનાં નેતૃત્વ હેઠળ અંગ્રેજ પોલીસે ગોળીબાર કર્યો. જેમા હજારો ભારતીયો મૃત્યુ પામ્યા. એ જોઈને ભગતસિંહ નું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે મૃતકોંનુ લોહી અડીને કસમ લીધી કે તેં અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢશે.


અંગ્રેજ પોલીસ નાં લાઠીચાર્જ મા લાલા લજપતરાય મૃત્યુ પામ્યા. તેનો બદલો લેવા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮નાં રોજ ભગતસિંહ અને તેનાં સાથીઓએ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. ૧૯૨૯ ની ૮ એપ્રિલે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે વિધાનસભામા બૉમ્બ ફેંક્યો. પોલીસે તેં ત્રણેયની ધરપકડ કરી. ૧૯૩૦માં કોર્ટ દ્રારા તે ત્રણેય ને ફાંસી ની સજા ફરમાવવામાં આવી. ૧૯૩૧ ની ૨૪ મી માર્ચે તેને ફાંસી આપવાનું નક્કી કર્યું. તેનો સમગ્ર ભારતમા ઘોર વિરોધ થયો. તેનાથી સરકાર ડરી ગઈ અને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને એક દિવસ અગાઉ ૨૩ માર્ચે ચુપચાપ ફાંસી આપી દીધી. તે ત્રણેય ને સાંજનાં સમયે અંગ્રેજોએ સતલજ નદીના કાંઠે હુસેઇનીવાલા નજીક ફિચેજપુરમાં અગ્નિસંસ્કાર કર્યા.


જેણે પોતાના દેશ માટે પોતાના પ્રાણ ત્યજી દીધાં એવા ભારતમાતાનાં સાચા સપૂત ને પ્રણામ.

No comments:

Post a Comment