મધ્ય પ્રદેશ રાજ્ય નું એક નાનકડું ગામ તેનુ નામ મહુ. આ મહુ ગામમા આપણાં બંધારણનાં ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનો ૧૪ એપ્રિલ, ૧૮૯૧નાં રોજ જન્મ થયો હતો. તેમનાં પિતાનું નામ રામજી સક્પાલ અને માતા નું નામ ભીમાબાઈ હતું. રામજી સક્પાલ લશ્કરી શાળામા શિક્ષક હતાં.
ભીમરાવ ૧૪ ભાઈ-બહેન હતાં. તેમાંથી તે સૌથી નાના હતાં. ભીમરાવ જ્યારે ૬ વર્ષનાં થયાં ત્યારે તેનાં માતા ભિમાબાઇ મૃત્યુ પામ્યા. રામજી સકપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ જ ભણાવીશ.
ભીમરાવ ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી. તેથી શિક્ષક તેને ક્લાસરૂમથી બહાર બેસાડતા. આથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું. તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોની પણ આ જ સ્થિતી હશે ને? તેને મનોમન નક્કી કર્યું કે તેં મોટા થઇને આ ભેદભાવ મિટાવી ને જ રહેશે.
ભીમરાવની અટક 'અંબાવડેકર' હતી પણ તેઓ જે શાળામા ભણતા તેમાંના એક શિક્ષકની અટક આંબેડકર હતી. ભીમરાવ આ શિક્ષક ને ખૂબ જ ગમતા તેથી તેમણે ભીમરાવની અટક બદલીને આંબેડકર રાખી દીધી.
આંબેડકર મોટા થયાં એટલે વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેને ઉંચુ ભણવા માટે શિષ્યવૃતિની સહાય કરી. આંબેડકર લંડનમા જઇને ભણ્યા.આ દરમ્યાન તેમણે ખૂબ જ સહન કરવું પડયું પણ તેઓ એ આ કઈ ધ્યાનમા લીધુ નહીં. તેમની વાંચનપ્રિતિ પણ અદભુત હતી. તેઓ પેટની ભુખ સહન કરીને પણ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચતા.
બાબાસાહેબે આપણા દેશ નું બંધારણ ઘડી કાયદા બનાવ્યા. તેઓ પ્રથમ કાયદામંત્રી પણ હતાં. ૬ ડિસેમ્બર, ૧૯૫૬નાં રોજ તેઓનું દિલ્હી ખાતે અવસાન થયુ.
No comments:
Post a Comment