જન્માષ્ટમી એટલે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમા થયો હતો. આ તહેવાર ઉજવવા પાછળ એક ઘટના છુપાયેલી છે.
મથુરામા એક કંસ નામનો રાજા રાજ કરતો હતો. તે તેની બહેન દેવકીના લગ્ન સમયે તેને વળાવવા જતો હતો. તે સમયે તેને એક આકાશવાણી સંભળાઈ કે "દેવકી નું આઠમું સંતાન તારો નાશ કરશે".
આ સાંભળીને કંસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેને દેવકી અને વસુદેવ ને જેલમા પૂર્યા.
જેલમા કંસે વસુદેવ અને દેવકીના સાત સંતાનનો નાશ કર્યો.
શ્રાવણ વદ આઠમને દિવસે શ્રીકૃષ્ણએ દેવકી માતાનાં આઠમા સંતાન તરીકે જન્મ લીધો. દેવકીજી ને ચિંતા થવા લાગી કે કંસ આ સંતાન ને પણ મારી નાખશે. ત્યાં તો ચમત્કાર થયો, બહારનાં બધા ચોકીદારો ઊંઘી ગયા બેડીઓ ખુલી ગઇ જેલનાં દરવાજા ખુલી ગયા.
વસુદેવે નાનકડા શ્રીકૃષ્ણને એક ટોપલામાં સુવડાવ્યા અને ગોકુળ જવા ઉપડ્યા. વરસાદ વરસતો હતો. યમુના નદીમા ઘોડાપુર ઉમટ્યા હતાં. વસુદેવ નદી પાર કરી ગોકુળમા નંદરાયને ત્યાં મુકી આવ્યાં અને નંદરાયને ત્યાં દિકરીનો જન્મ થયો હતો તે દિકરીને લઈ પાછા મથુરા જવા ઉપડ્યા. આખરે વસુદેવ મથુરા પહોચી ગયા. જેલ મા પાછા આવી ગયા બાદ જેલ ના દરવાજા આપોઆપ બંધ થય ગયા.
સવાર થતાં કંસ ને સમાચાર મળ્યાં કે દેવકીજીના આઠમા સંતાનનો જન્મ થયો છે.
આ સાંભળીને કંસ જેલમાં ગયો અને દેવકી પાસેથી દિકરી છીનવી પછાડવા ગયો ત્યાં તો દિકરી વીજળી બની આકાશ મા ઊડી ગઈ અને કહ્યુ કે તારો કાળ તો ગોકુલમા ઉછરી રહ્યો છે.
પછી કંસે શ્રીકૃષ્ણ ને મારવાના ઘણા પ્રયત્ન કર્યાં પણ તેં નિષ્ફળ રહ્યો પછી શ્રીકૃષ્ણ એ કંસનો વધ કર્યો.
તે દિવસથી લોકો ધામધૂમથી જન્માષ્ટમી ઉજવે છે. આ દિવસે લોકો નવા કપડા પહેરે છે અને રાસ રમે છે. ખરેખર આ દિવસ ખૂબ જ આનંદનો હોય છે.
No comments:
Post a Comment