આજે પ્રદુષણ એ સજીવ સૃષ્ટિ માટે એક વિકટ સમસ્યા બની ગઈ છે તેમજ આજે આપણે પ્રદુષણમાં રહેવા ટેવાયેલા છીએ. જળ અને સ્થળ, આકાશ અને પાતાળ બધુ જ પ્રદુષિત થઈ રહ્યુ છે. આજે આ પ્રદુષણ દૈત્ય એ ઠેર ઠેર પોતાનો કબ્જો જમાવ્યો છે.
ઠેર ઠેર પ્રદુષણ થવાથી બીમારીઓ નું પ્રમાણ ખૂબ જ વધી ગયુ છે. જેમ કે, ઝાળાઉલટી, ચામડીનાં રોગો વગેરેનો સમાવેશ થાય છે. અમુક રોગો અસાધ્ય હોવાથી આજે માનવ જીવન ભયાનક ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યુ છે. પ્રદુષણ એ એક અતિશય ભયાનક સમસ્યા છે.
વિવિધ પ્રકારનાં પ્રદુષણો જેમ કે વાયુનાં પ્રદુષણો, ધ્વનિ પ્રદુષણ, જળનું પ્રદુષણ અને ફળદ્રુપ જમીનોમાં થતા પ્રદુષણોનાં કારણે ભુગર્ભ જળ ખૂબ જ ઊંડા જતા રહ્યાં છે.
પ્રદુષણ ઔદ્યોગિક ક્રાંતિ વધવાથી ખેતીમા જંતુનાશક દવાઓનો અતિશય ઉપયોગ કરવાથી વાહનોનો ઉપયોગ કરવાથી તેમાંથી નીકળતા ધુમળાથી રસાયણો સમુદ્રો અને નદીઓમા ભળવાથી થાય છે.
પ્રદુષણ એ માનવ જીવનનો સૌથી મોટો દુશ્મન બની ગયું છે. પ્રદુષણનાં કારણે વરસાદ શિયાળા કે ઉનાળામાં પણ માવઠા રૂપે વર્ષે છે. પ્રદુષણથી ક્યારેક એસિડ વર્ષા પણ થાય છે. આપણે પ્રદુષણથી મુકત હોવું સંભવ નથી. પ્રદુષણ ઓછું કરવા માટે આપને ભોજન બનાવવા માટે ચુંલ્લાંનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
No comments:
Post a Comment