કોરોના વાયરસ એ કોવિડ 19 નું જુથ છે. કોરોના વાયરસ 21 મી સદી ની સૌથી મોટી ખતરનાક બિમારી છે. કોરોના વાયરસ ની બીજી બિમારીઓ જેવી કે મર્સ કોરોના વાયરસ અને સાર્સ કોરોના વાયરસ 21 મી સદીમાં ફેલાયો હતો પ્ણ આ બધા જોખમી નહોતા. કોરોના વાયરસ એક જીવલેણ વાયરસ છે.
કોરોના વાયરસ સૌ પ્રથમ ચીન માં ફેલાયો હતો. ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના વાયરસ ચીનના વુહાન માં નવેમ્બર મહિનામાં જોવા મળ્યો હતો. આ વાયરસ ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાતો ગયો.કોરોના વાયરસ ને કારણે કરોડો લોકો સંક્ર્મિત થયા છે એમાથી લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં થઇ છે. કોરોના વાયરસ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે પણ જોખમી છે. સૌ પ્રથમ ચીને આ બિમારી ના કારણે ઇમર્જંન્સી ઘોષિત કરી હતી.
WHO ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ) એ આ મહામારી ને Pandemic જાહેર કરી. આ મહામારી થી બચવા અમુક દેશોએ પોતાના દેશના લોકોને બચાવવા માટે લોકડાઉન અંગેની જાહેરાત કરી. અમુક દેશોએ લોકોને સામાજિક અંતર જાળવવા વિનંતી કરી.ભારતમાં દુધના ઉત્પાદનો ,શાકભાજી,દવાની દુકાનો અને ઇમર્જન્સી સેવાઓને જ છુટ છાટ આપી હતી. ભારતમાં કોરોના વોરિયર્સ ને ફુલોથી અને થાળી વગાડી ને સલામી અપાઇ હતી અને કોરોના વોરિયર્સ ને અભિનંદન પાઠવવામાં આવ્યુ હતું.
કોરોના વાયરસ થી વધુ ખતરનાક 20 મી સદી 1918 માં સ્પેનિશ ફ્લૂ નામના વાયરસ નો પ્રકોપ થયો હતો.સ્પેનિશ ફ્લૂ પણ એક દેશવ્યાપી રોગચાળો હતો. વિશ્વભરમાં અંદાજે 50 કરોડ લોકોને ચેપ લાગ્યો હતો અને 3 કરોડ થી પણ વધારે ના મ્રુત્યુ થયા હતા. આ રોગચાળાને રોકવા માટે પણ ક્વોરેંટીન નો સહારો લીધો હતો. આપણે ઇતિહાસ નું ફરી થી પુનરાવર્તન ના થાય એના માટે કાળજી લેવી જોઇએ અને સરકાર જે આદેશ આપે તેનુ કડક પણે પાલન કરી આપણે સૌએ આદર્શ નાગરિક બનવું જોઇએ.
કોરોના વાયરસના લક્ષણો જેવા કે શરદી થવી. તાવ આવવો , થાક લાગવો , સુકી ખાંસી થવી , માથું દુખવું , છાતીમા દુખાવો થવો ,શ્વાસ લેવામા તકલીફ થવી , ગળામા દુખાવો ,માંસ પેશીમાં સોજો આવવો આ બધા લક્ષણો WHO ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જે લોકોને ડાયાબીટીસ , કિડની ની બિમારી અને અસ્થમા ની બિમારી છે તેવા લોકો માટે કોરોના વાયરસ વધારે જોખમી છે. કોરોના વાયરસમાં નાના બાળકો અને મોટી ઉમરના લોકોએ બહુ ચેતવા જેવુ છે.
કોરોના વાયરસ થી બચવા ના ઉપાયો નીચે મુજબ છે.
1) સાબુ અથવા સેનિટાઇઝર થી નિયમિત પણે આપણા હાથ ધોવા જોઇએ. કારણકે આપણે કોઇ કોરોના વાયરસ ના સંપર્કમાં આવ્યા હોયતો તરત જ આપણે સેનિટાઇઝર કર્યુ હોય અથવા સાબુ થી હાથ ધોયા હોયતો આપણ ને ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે.
2) માસ્ક ફરજિયાત પહેરવું જોઇએ કારણકે કોઇ કોરોનાગ્ર્સ્ત વ્યક્તિ ખાંસી અથવા છીંક ખાય તો એનો ચેપ આપણ ને લાગી શકે છે. એટલે માસ્ક ફરજિયાત પહેરવું જોઇએ.
3) સ્વયં ક્વોરેંટીન થવું જોઇએ.જો કોરોના ના લક્ષણ આપણામા દેખાય તો આપણે સમજી વિચારીને ઘરના બીજા સભ્યોથી દુર સ્વયં ક્વોરેંટીન થવું જોઇએ.આપણી દુનિયાને આ જીવલેણ વાયરસ થી બચવા માટે સ્વયં ક્વોરેંટીન જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
4) સામાજિક અંતર જાળવવું જોઇએ.જો આપ્ણે સામાજિક અંતર જાળવીએ તો આપ્ણે કોરોના વાયરસથી બચી શકીએ છીએ.આપણે 1 મીટરથી વધારે સામાજિક અંતર રાખવું જોઇએ.
5) આપણે વિટામીન સી જેમા વધુ હોય એવા ફળો ખાવા જોઇયે. તેનાથી આપણી રોગપ્ર્તિકારક શક્તિ વધે છે. એના સિવાય દિવસ દરમિયાન ગરમ પાણી પીવું જોઇએ તેમજ પ્રાણાયમ કરવા જોઇએ. આ સિવાય આરોગ્ય વિભાગે જાહેર કરેલ સુચનોનો અમલ કરવો જોઇએ.
તો ચાલો આપણે દુનિયાને બચાવીએ.........
ધરે રહો....
સલામત રહો...........
No comments:
Post a Comment