મહાત્મા ગાંધીજીનું નામ દુનિયાભરના મહા-પુરુષોમાં મોખરે છે. ભગવાનબુધ્ધ, મહાવીર સ્વામી ,ઇસુ ખ્રિસ્ત જેવા મહાપુરુષો સાથે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવામાં આવે છે. આપણે સૌ તેમને ' મહાત્મા ગાંધીજી ' , 'બાપુજી' જેવા લાડીલા નામથી ઓળખીયે છીયે.
મહાત્મા ગાંધીજીનું નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ હતું. તેમની માતાનું નામ પુતળીબાઇ હતુ. તેમનો જન્મ ઇ.સ. 1869 ના ઓક્ટોબર માસની બીજી તારીખે પોરબંદરમા થયો હતો. મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ કસ્તુરબા હતું. સૌ તેમને આદર સાથે 'બા' કહીને બોલાવતા. ઘણી નાની ઉંમરમાં કસ્તુરબા સાથે ગાંધીજીના લગ્ન થયા હતા.
મેટ્રીક સુધીનો અભ્યાસ ભારતમાં પુર્ણ કરી ગાંધીજી ઇગ્લેંન્ડ ગયા. ત્યા તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું . વકીલ થયા પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો.આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા. સ્વરાજ માટે તેમણે અગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી. અમદાવાદમાં નદી સાબરમતીને કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યા રહ્યા. મીઠા પર અગ્રેજોએ કર નાખ્યો.આ માટે તેઓએ સત્યાગ્રહ આદર્યો. તેમણે આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકુચ યોજી. દાંડીકુચના આરંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી: 'સ્વરાજ લીધા વિના પાછો નહી ફરું'
જરૂર વાચો-Gujarati Nibandh - સરદાર વલ્લભભાઇ પટેલ ( Saradar Vallabhabhaai Patel )
દાંડીકુચ પછી અગ્રેજો સામે લડતના ઘણા પ્રસંગો પડયા. તેમાં 1942માં અગ્રેજોને પડકાર કર્યો: 'ભારત છોડો ' આ આંદોલન મહત્વનું છે. આ પ્રસંગે ગાંધીજીને અગ્રેજોએ જેલમાં પુર્યા. ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને જેલમાં અગ્રેજોએ પુરી દીધા હતા. આખરે અગ્રેજોએ ભારત છોડયુ. અને સને 1947ના ઓગસ્ટ માસની પંદરમી તારીખે આપણને આઝાદી મળી.
આપણા દેશની ગરીબાઇ જોઇ તેઓ માત્ર શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરતા,એટલે કે માત્ર ધોતિયું જ ધારણ કરે, છાતી અને પીઠ ખુલ્લા રાખે. સ્વાવલંબનને ઉત્તેજન આપવા માટે તથા સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી અને ખાદીના પ્રચારને તેમણે પોતાના જીવનમાં અગ્રતા આપી.
ગાંધીજી એ હિંદુ-મુસ્લિમની એક્તા માટે. અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણા પ્રયત્નો કર્યા. આમ દેશના ભલા માટે તેમણે મહાન કાર્યો કર્યા. આથી તેઓ 'રાષ્ટ્ર્પિતા' કહેવાયા. ગાંધીજી એ અહિંસા ,પ્રેમ, અને સાદાઇ જેવા ગુણોને જીવનમાં ઉતાર્યા હતા. અને આ ગુણોજ તેમનો જીવન સંદેશ હતો.
ઇ.સ. 1948 ના જાન્યુઆરી માસની 30 મી તારીખે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઇ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડશે નામના હત્યારાએ તેમનું ખૂન કર્યું. ગોળીવાગતાં ગાંધીજીના મૂખમાંથી ' હે રામ ' શબ્દ નીકળ્યા હતા.
ગાંધી બાપુની સમાઘિ દિલ્હીમાં છે. તે ' રાજઘાટ ' ના નામે ઓળખાય છે.
No comments:
Post a Comment