Tuesday 23 February 2021

Gujarati Nibandh - સરદાર વલ્લભભાઇ પટેલ ( Saradar Vallabhabhaai Patel )

Gujarati Nibandh - સરદાર વલ્લભભાઇ પટેલ ( Saradar Vallabhabhaai Patel )
  Saradar Vallabhabhaai Patel 


સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.


તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.


ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.


મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધીકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે “પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે”.પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા. ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા અંગ્રજી, કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજીક ભાષા હતી, તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આર્કષાયા હતા – જેમાં રાજકીય નેતા ઍની બૅસન્ટની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મુકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કુચ કરવા પણ કહ્યું હતું.


જરૂર વાંચો-Gujarati Nibandh (Essay) Mahatma Gandhiji / ગુજરાતી નિબંધ મહાત્મા ગાંધીજીનરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી જેવા કોંગ્રેસી સ્વયંસેવકોના સહયોગ સાથે વલ્લભભાઈએ ખેડા જિલ્લાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથા તકલીફોની નોંધ કરી તેમને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. તેમણે સંભવિક મુશ્કેલીઓ વચ્ચે પુર્ણ એકતા તથા ઉશ્કેરણી સામે અહિંસા આચરવાને મહત્વ આપ્યું હતું. તેમને મોટાભાગે પ્રત્યેક ગામમાંથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો.જ્યારે બળવાનું એલાન થયું અને કર નહીં ભરાયો ત્યારે અંગ્રેજ સરકારે મિલ્કત, તબેલાના પશુઓ તેમજ આખે આખાં ખેતરો જપ્ત કરવા પોલીસ તથા ઘમકી આપવાવાળી પઠાણોની ટુકડીઓ મોકલી. વલ્લભભાઈએ પ્રત્યેક ગામના રહેવાસીઓને તેમની મુલ્યવાન વસ્તુઓ છુપાવવા તથા પોલીસના છાપામાં સ્વરક્ષણમાં મદદ કરી શકે તેવા સ્વયંસેવકોની એક ટોળકી બનાવી હતી. હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી, પણ પટેલને બંદી બનાવવામાં ન આવ્યા. બળવાને ભારતભરમાં સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી અને તે ગુટમાં બ્રિટિશ સરકારની તરફેણ કરવાવાળા રાજનિતિજ્ઞોનો પણ સમાવેશ થયો. બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા.૧૯૨૦માં તેઓ નવ-રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા કે જેનો કારભાર તેમણે ૧૯૪૫ સુધી સંભાળ્યો. ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું.તેમણે અમદાવાદમાં અંગ્રેજી વસ્તુઓની હોળીઓ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ્રેજી શૈલીના કપડાઓ નાંખી દીધા. તેમણે પુત્રી મણીબેન તથા પુત્ર ડાહ્યાભાઈ સાથે સંપુર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું.

 

ચૌરી ચૌરાની ઘટના બાદ અસહકાર ચળવળને તાત્કાલીક બંધ કરવાના ગાંધીજીના નિર્ણયને પણ વલ્લભભાઈએ સમર્થન આપ્યું. ત્યાર બાદના વર્ષો દરમ્યાન તેમણે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. કોંગ્રેસમાં તેઓ સ્વરાજીય ટીકાકારોની વિરુધ્ધમાં ગાંધીજીના દૃઢ સમર્થક રહ્યા. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદને મહત્વની વધારાની વિજળી પુર્તી આપવામાં આવી, ત્યાંની શાળા પદ્ધતિમાં ધરખમ સુધારાઓ થયા અને ત્યાંની જળ-કચરાના નિકાસ વ્યવસ્થામાં આખા શહેરને આવરી લેવાયું. રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપવામાં આવેલી શાળાઓ (જે બ્રિટિશ સરકારના નિયંત્રણની બહાર હતી) માં ભણાવતા શિક્ષકોની માન્યતા અને પગાર માટે તેઓ લડ્યા હતાં તથા તેમણે હિંદુ-મુસ્લિમના સંવેદનશીલ મુદ્દાને પણ હાથ ધર્યો હતો. ૧૯૨૭માં થયેલી અનરાધાર વર્ષાને કારણે આવેલા પુરમાં અમદાવાદ શહેર તથા ખેડા જિલ્લામાં થયેલી જાન-માલની તારાજીને પહોંચીવળવા તેમણે સહાયતા અભિયાનનું સંચાલન કર્યું. તેમણે જિલ્લામાં નિરાશ્રીતો માટે કેંદ્રો ખોલ્યા - ખોરાક, દવા તેમજ કપડાંની ઉપલબ્ધી કરાવી આપી તથા સ્વયંસેવકો ઉભા કરી સરકાર તથા જનસમુદાય પાસેથી તાત્કાલિક નાણાં ભેગા કરી આપ્યા.


જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ગાંધીજીના મતની વિરુદ્ધ જઈ સરદારે કેન્દ્રીય તથા પ્રાંતિય ધારાસભામાંથી કોંગ્રેસના નીકળી જવાના નેહરુના નિર્ણયનું સમર્થન કર્યું હતું તથા ચક્રવર્તી રાજગોપાલાચારીની એ પહેલ કે જેના પ્રમાણે જો અંગ્રેજ સરકાર યુદ્ધ પછી જો તરતજ લોકશાહીની સરકાર સ્થાપવા તૈયાર હોય તો કોંગ્રેસ તેનુ પુર્ણ સમર્થન યુદ્ધ દરમ્યાન આપે, તે પહેલને પણ ટેકો આપ્યો હતો.


સરદાર ગાંધીજી પ્રત્યે ખુબજ વફાદાર હતા તેમજ તેઓ અને નેહરુ બન્ને પોતની વચ્ચેના મતભેદોના ઉકેલ માટે ગાંધીજી પાસે જતા. સરદાર અને નેહરુ વચ્ચે ધણીવાર રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર તરકાર ઉભી થઈ હતી. જ્યારે નેહરુએ કાશ્મિરની નીતી ઉપર પોતાના નિયંત્રણનો દાવો કર્યો હતો ત્યારે સરદારએ તેમના ગૃહ ખાતાના અધિકારીઓની અવગણના સામે વિરોધ નોંધાવ્યો હતો.[૫૫] નેહરુને સરદારે કરેલા રાજ્યોના સંમેલીકરણને લગતા નિર્ણયો, કે જે લેતી વખતે તેમણે નેહરુ કે મંત્રીમંડળને સામેલ ન કર્યા, તેનું નેહરુને માઠું લાગ્યું હતું. સરદારને ખબર હતી કે તેઓ નેહરુ જેટલા જુવાન ન હતા તેમજ તેમના જેટલા લોકપ્રિય પણ ન હતા અને તેથી તેઓએ પોતાની જાતને કાર્યકારી જવાબદારીમાંથી મુક્ત કરવા ગાંધીજીને વિનંતી કરી હતી. તેમનુ માનવુ હતું કે ખુલ્લી રાજનૈતિક લડાઈથી ભારતને નુકશાન થશે. પુર્ણ વિચાર અને મસલત કર્યા બાદ, સરદારની અપેક્ષાથી અલગ, ગાંધીજીએ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે તેમને સરકારમાંથી બહાર જવાની મનાઈ કરી હતી. ગાંધીજીના મત પ્રમાણે સ્વતંત્ર ભારતને સરદાર અને નેહરુ બન્નેની જરૂર હતી. ગાંધીજીના મૃત્યુના દિવસે સરદાર તેમની સાથે ખાનગીમાં વાત કરવા વાળા છેલ્લા વ્યક્તિ હતા અને તેમના ગયા બાદ થોડીજ મિનિટોમાં ગાંધીજી ઉપર જાનલેવા હુમલો થયો હતો.

 

૨૯ માર્ચ ૧૯૪૯ ના દિવસે સરદાર તથા તેમના પુત્રી મણીબેન તેમજ પટીયાલાના મહારાજા જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે વિમાન સાથેનો સત્તાધિકારીઓનો સંપર્ક ટુટી ગયો હતો. એન્જીની ખરાબીને કારણે વિમાનચાલકે રાજસ્થાનના રણ પ્રદેશમાં વિમાનનું તાતીનું ઉતરાણ કરવું પડ્યુ હતું. આ પ્રસંગમાં કોઈને હાની ન પહોંચી હતી અને સરદાર બીજા યાત્રીઓ સાથે પાસે ના ગામ સુધી ચાલતા જઈ ત્યાંના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી. જ્યારે સરદાર દિલ્હી પહોંચ્યા ત્યારે હજારો કોંગ્રેસી કાર્યકરોએ તેમને હાર્દિક આવકાર આપ્યો હતો તેમજ સંસદમાં મંત્રીઓએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું કે જેના લીધે સંસદની કાર્યવાહી અડધા કલાક માટે બંધ રાખવામાં આવી હતી.તેમના જીવનનાં પાછલા વર્ષોમાં સરદારને સંસદ તરફથી બહુમાનીત કરવામાં આવ્યા હતા તેમજ પંજાબ વિશ્વવિદ્યાલય અને ઓસ્માનિયા વિશ્વવિદ્યાલય તરફથી સન્માનિત ડૉક્ટરેટની પદવી નવાજવામાં આવી હતી.

 

સરદારની તબિયત ૧૯૫૦ના ઉનાળા દરમ્યાન બગડતી ગઈ. તેમને પછીથી ઉધરસમાં લોહી નીકળતું હતું અને ત્યારે મણીબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યા હતો તથા સરદારની દેખરેખ માટે વ્યક્તિગત વૈદ્યકીય મદદ તથા પરીચારકોનો પ્રબંધ કરાવ્યો હતો. પશ્ચિમ બંગાળના ગર્વનર તથા ડોક્ટકર બિધાન રોયએ સરદારને તેમના અનિવાર્ય અંતની બાબતમાં રમુજ કરતા સાંભળ્યા હતા તેમજ એક ખાનગી મંત્રણા વખતે સરદારે તેમના મંત્રીય સહકાર્યકર ન. વ. ગાડગીલને નિખાલસતાથી કહ્યું હતું કે પોતે લાંબુ જીવશે નહી. બીજી નવેમ્બરથી, કે જ્યારે સરદાર વારંવાર શુધ્ધી ખોઈ બેસતા હતા, ત્યારથી તેમની હિલચાલ તેમના પલંગ સુધી સીમિત રાખવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરે જ્યારે તેઓ તેમના મુંબઈ સ્થિત દિકરા, ડાહ્યાભાઈના ઘરે આરામ કરવા વિમાન પ્રવાસ કરવાના હતા ત્યારે તેમની તબીયત નજુક હતી અને નેહરુ તેમજ રાજગોપાલાચારી તેમને વિમાનમથકે મળવા ગયા હતા.૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટો હ્રદય હુમલો થયો હતો (તેમનો બીજો) કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ. તે દિવસે અભુતપુર્વ તેમજ અનન્ય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના ૧૫૦૦ અધિકારીઓ સરદારના દિલ્હી સ્થીત તેમના રહેઠાણે તેમના દેહાંતના દુ:ખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પ્રણ લીધું હતું કે તેઓ ભારતની સેવા ‘પુર્ણ વફાદારી તેમજ અવરિત ઉત્સાહ’ સાથે કરશે. સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતી પ્રસાદ હાજર હતા.

No comments:

Post a Comment