શિયાળો ગુજરાતી નિબંધ |
વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ .
શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે .દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે, માખી અને મચ્છરનો ઉપદ્રવ હોતો નથી. આમ, શિયાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે .
શિયાળાની સવાર એટલે સ્ફુર્તિનો ખજાનો. ગામડામાં વહેલી સવારે વલોણા અને ઘંટીઓના અવાજ સંભળાય છે .ખેડૂતો ખેતરમાં જઈ ખેતીના કામમાં લાગી જાય છે.
શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે. યુવાનો દોડવા જાય છે. કેટલાક યુવાનો કસરત પણ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે .શિયાળામાં વૃક્ષોનાં પાન ખરી પડે છે.તે નવા ફુટનારા પાન માટે જાણે જગ્યા કરી આપે છે.
જરૂર વાંચો- વર્ષાઋતુ ગુજરાતી નિબંધ
શિયાળો તંદુરસ્તી આપનારી ઋતુ છે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે .તેથી લોકો વસાણાં ખાય છે. શિયાળામાં જાતજાતના શાકભાજી થાય છે. એટલે ઊંધિયુ ખાવાની મજા આવે છે.
શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. તે નાના-મોટા સૌને પ્રિય તહેવાર છે .બધાને પતંગ ચગાવવાની ખૂબ મજા પડે છે.
શાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે.લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, કોટ, શાલ ,મફલર અને ગરમ ધાબડા કે રજાઇનો ઉપયોગ કરે છ,. કેટલાક લોકો ટાઢથી બચવા માટે તાપણું કરે છે.
શિયાળો તાજગી ,તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનાર ઋતુ છે.
No comments:
Post a Comment