Saturday 4 September 2021

અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ / Heavy Rain Gujarati Nibandh

અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ / Heavy Rain Gujarati Nibandh
અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ / Heavy Rain Gujarati Nibandh


ચોમાસુ વરસાદ ની ઋતુ છે. ચોમાસામાં ઘણીવાર અતિશય વરસાદ પડે છે. પરિણામે નદી-નાળાં, કૂવા ,તળાવ અને જળાશયો ઉભરાઇ જાય છે.નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળે છે. ખેતરમાંનો  પાક ધોવાઈ જાય છે.નદીઓમાં આવેલા પૂરના પાણી ઘણો વિનાશ સર્જે છે. કાચા મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોરઢાંખર તણાઈ જાય છે.રસ્તાઓ ધોવાઇ જાય છે. રેલવેના પાટા ઉખડી જાય છે. કેટલાય વૃક્ષો પડી જાય છે. તેથી વાહન વ્યવહાર ખોરવાઇ જાય છે. વીજળીના થાંભલા પડી જાય છે. પરિણામે અંધારપટ છવાઈ જાય છે. વળી તાર અને ટેલિફોન સેવા પણ ખોરવાઈ જાય છે.અનેક લોકો નિરાધાર થઇ જાય છે.  


જરૂર વાચો-Gujarati Nibandh - સરદાર વલ્લભભાઇ પટેલ ( Saradar Vallabhabhaai Patel )



સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂરપીડિતોની મદદે દોડી જાય છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં કેટલીક વાર લશ્કરની મદદ લેવામાં આવે છે. હેલિકોપ્ટર દ્વારા ફુડ પેકેટ ફેકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે. નિરાધાર બની ગયેલા લોકોને સરકારી મકાનો, ગામની ધર્મશાળા કે નિશાળોમાં આશરે આપવામાં આવે છે.પૂરના પાણી ઓસરી જતા મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે. રોગચાળો અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. છતાં ક્યારેક રોગચાળો ફાટી નીકળે છે. ડોક્ટરો લોકોની મદદ માટે દોડી જાય છે. નિરાધાર લોકોને અનાજ અને કપડાની મદદ પહોંચાડવામાં આવે છે. સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની મદદ પણ આપે છે.  

અતિવૃષ્ટિ કુદરતી આફત છે તેને 'લીલો દુકાળ' પણ કહે છે.





જરૂર વાંચો- વર્ષાઋતુ ગુજરાતી નિબંધ



જરૂર વાંચો - શિયાળો ગુજરાતી નિબંધ

No comments:

Post a Comment