મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે.જે હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસની ચતુર્દશિના દિવસે ઉજવાય છે.મહાશિવરાત્રિ ભારતમાં ઉજવાતા લોકપ્રિય તહેવારો માનો એક તહેવાર છે.
આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે.શિવના બધા જ મંદિરોને શણગારવામાં આવે છે.ભગવાન શિવ સાથે મહા શિવરાત્રીને લગતી કેટલીક માન્યતાઓ છે.
હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન જગત જનની પાર્વતિ જોડે થયા હતા.એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો.કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે આ દિવસે ભગવાન શિવે કાલકૂટ નામનું વિષ પીધું હતું.
મહાશિવરાત્રીનું પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના ઉપાસનાનો તહેવાર છે.શિવના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ૐ નમઃ શિવાય ના પાઠ કરે છે,મહાશિવરાત્રિના દિવસે શિવના મંદિરે વહેલી સવારથી જ લાંબી લાઈનો થઈ જાય છે.મંદિરમાં હર હર મહાદેવના નારા અને ઘંટના પડઘા દૂર સુધી સંભળાય છે.ઘણા લોકો આ દિવસે ભગવાન શંકરની તીર્થ યાત્રા પર જાય છે.વારાણસી અને સોમનાથ મંદિર આ બે જયોતિર્લિંગ શિવ ભક્તિ માટે ખૂબ પ્રખ્યાત છે.
ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય હોય છે, આ દિવસે ભક્તો ભગવાન શિવને બિલીપત્ર ચડાવે છે.ભાંગનો ભોગ પણ ભગવાન શિવને આ દિવસે ચડાવવામાં આવે છે.
No comments:
Post a Comment