ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે આકાશ ખૂબ જ સરસ અને રંગબેરંગી લાગે છે. પતંગ ચગાવનાર એક પ્રકારના હરીફ હોય છે.તેઓ એકબીજાના પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચીકી તેમ જ સીંગ ની ચીકી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળી ની બને છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિ તરીકે ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકર સંક્રાંતિ એક લણણીનો તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે આમ ઉતરાયણ એક અનોખો તહેવાર છે જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે.
ઉતરાયણ વિશે વધુ માહિતી આ મુજબ છે.ઉત્તરાયણ જ એકમાત્ર હિન્દુઓનો તહેવાર છે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં મકરસંક્રાંતિ યાત્રાના સમયને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં તે કુંભમેળાની શરૂઆત છે જ્યારે કેરાલામાં તે શબિરલાલાનો અંત છે. નેપાળમાં મકરસંક્રાંતિ ખૂબ લોકપ્રિય છે. બિક્રમ સંવત (નેપાળી કેલેન્ડર) મુજબ તે 1 લી માધ પર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ રાશિ ધનુ રાશી માંથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ સૂચવે છે.
બીજા ગુજરાતી નિબંધ પણ વાચો.
No comments:
Post a Comment