Wednesday 13 April 2022

15 August Gujarati Nibandh / પંદરમી ઓગસ્ટ ગુજરાતી નિબંધ / સ્વતંત્રતા દિવસ / ગુજરાતી નિબંધ




15 મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્યદિન. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ્ય કર્યું. આપણે પરતંત્ર હતા,ગુલામ હતા. આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્નો કર્યા. સ્વતંત્રતા મેળવવા કેટલાય શહીદો થયા.


સને 1947ના ઓગસ્ટ માસની 15 મી તારીખે આપણે આઝાદી હાંસલ કરી. આ દિવસને આપણે સ્વાતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. આ આપણો ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે.


15મી ઓગસ્ટે અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદન છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે.


આપણા શહેરોમાં તથા ગામે ગામ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે.


15મી ઓગસ્ટના દિવસે પ્રભાતફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિના ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રિએ જાહેર સંસ્થાઓ ની ઈમારતોને રોશનીથી શણગારવામાં આવે છે.


ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે. દરેકને રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ.

No comments:

Post a Comment