જન્મ - 14 એપ્રિલ, 1891
મૃત્યુ - 6 ડિસેમ્બર, 1956
ડો. ભીમરાવ આંબેડકર નો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. રામજી સક્પાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા.
ભીમરાવને ૧૪ ભાઈ-બહેન હતાં. તેમાંથી તે સૌથી નાના હતા. ભીમ રાવ જ્યારે ૬ વર્ષના થયા ત્યારે તેમના માતા ભીમાબાઇ મૃત્યુ પામ્યા. ત્યારે તેમાના પિતા રામજી સક્પાલ નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ ભણાવીશ.
ભીમરાવ ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીતિ ગણાતી હતી.તેથી શિક્ષક તેને ક્લાસમાંથી બહાર બેસાડતા આથી નાનકડા ભીમરાવને ખુબ જ લાગી આવતુ. તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોની પણ આ જ સ્થિતિ હશે ને ? તેમને મનોમન નક્કી કર્યું કે મોટા થઇને તે આ ભેદભાવ મીટાવીને જ રહેશે.
આંબેડકર મોટા થયા એટલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઊંચું ભણવા માટે શિષ્યવૃત્તિ સહાય કરી. આંબેડકરે લંડન માં જઈને ભણ્યા. આ દરમિયાન તેમણે ખૂબ જ સહન કરવું પડ્યું. પણ તેઓએ આ કઈ ધ્યાનમાં લીધું નહીં તેમની વાંચનપ્રિતિ પણ અદભૂત હતી. તેઓ પેટની ભૂખ સહન કરીને પુસ્તકાલય માંથી પુસ્તકો વાંચતા.
બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે કોઇપણ સમાજના ઉત્થાન અને પતનની પરાશીશી તેસમાજના નારીના ઉત્થાનથી નક્કી કરી શકાય છે. માટે જ તેમણે ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓની જે પશુવત દશા જોઇ, અનુભવી તેનાથી દ્રવિત થઇ તેમની મુકિત માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહિ બંધારણીય કાયદાઓ દ્વારા પણસ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુકિત માટે સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુકિતના મશાલચી મહાત્મા જયોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડો. આંબેડકર પણ નારી મુકિતના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં.
પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વગર રાત દિવસ જોયા વગર પ્રબળ પરિશ્રમ કરી તૈયાર કરેલા હિન્દુ કોડ બિલનો કરૂણ રકાસ થયો. હિન્દુ સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સપનું ભાંગી પડયું. હિન્દુ કોડ બિલની પીછેહઠથી બાબાસાહેબ ખૂબ વ્યથિત થયા અને નારી મુકિતના યજ્ઞમાં પોતાના પ્રધાનપદની આહુતિ આપી દીધી.
બાબાસાહેબે આપણા દેશનું બંધારણ ઘડી કાયદા બનાવ્યા. તેઓ પ્રથમ કાયદામંત્રી પણ હતા. 6 ડિસેમ્બર 1956ના રોજ તેઓનું દિલ્હી ખાતે અવસાન થયું.
બીજા ગુજરાતી નિબંધ વાચો.
No comments:
Post a Comment