Tuesday, 8 November 2022

ભારત દેશ વિશે ગુજરાતી નિબંધ / Gujarati Nibandh / ગુજરાતી નિબંધભારત નામ સાંભળતા જ ગર્વ થતો હસે ખરૂં ને. ભારત દેશ એશિયા ખંડમા દક્ષિણ તરફ આવેલો એક વિશાળ દેશ છે. ભારત દેશનું ક્ષેત્રફળ ૩૨,૮૭,૨૬૩ ચો. કિ.મી. છે. ભારતમા હિન્દૂ, ઇસ્લામ, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌધ ધર્મનાં લોકો રહે છે. ભારતની રાજધાની નવી દિલ્હી છે. ભારતમા કુલ ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસીત પ્રદેશો આવેલા છે. ભારતની ઉતરે હિમાલય પર્વત, દક્ષિણે હિન્દમહાસાગર, પૂર્વે બંગાળની ખાડી અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ભારત દેશ ૧૯૪૭માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ભારતમાંથી પાકિસ્તાન નામનો નવો દેશ બન્યો. ભારતનાં હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 


વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજય રાજસ્થાન અને સૌથી નાનું રાજ્ય ગોવા છે. ભારતની વસ્તી ૧૩૫ કરોડ કરતા પણ વધું છે. ભારતમા સૌથી વધું વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. ભારતમાં સૌથી વધું દરિયો ધરાવનાર રાજય ગુજરાત(૧૬૦૦ કિમિ) છે.


ભારત દેશ વર્ષોથી યુરોપ સાથે વેપાર કરતું આવ્યુ છે. આઝાદી પહેલા ભારત દેશ ને 'સોને કિ ચીડ઼િયા' તરીકે ઓળખવામાં આવતો કારણ કે, ભારત યુરોપ સાથે ખૂબ જ વેપાર કરતો અને પુષ્કળ પ્રમાણમાં રૂપિયા કમાતો. આ જોઈને અંગ્રેજોને રૂપિયા કમાવાની લાલચ જાગી અને તે સમયનાં ભારતનાં ૫૬૨ રજવાડાને હરાવીને આ દેશને કંગાળ બનાવીને ચાલ્યા ગયા. આપણે જરા કલ્પના કરીએ કે જો અંગ્રેજોએ આપણાં દેશમા પાયો ન નાખ્યો હોત તો આજે આપણો દેશ કેટલો આગળ હોત. આઝાદી નાં થોડા જ વર્ષ પછી ભારતે હરણફાળ પ્રગતિ કરી છે. જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ ભારતનો વિકાસ પણ થતો જાય છે.


ભારતની સૈન્ય શક્તિ પણ ઓછી નથી. ભારત પાસે હાલ ૧૧૦ થી ૧૨૦ પરમાણુ બૉમ્બ અને બ્રમ્હોસ, નિર્ભય જેવી ઘાતક મિસાઇલો, ૬૬૬ કર્તા વધું હેલિકોપ્ટરો અને ૧૩ લાખ કરતા વધું સૈનિક જવાનો છે.


...જય ભારત...

No comments:

Post a Comment