'તરુંનો બહુ આભાર ,જગત પર તરુંનો બહુ આભાર.'
વૃક્ષો દર્દીની શોભા છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. તેના પાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે. આમ, વૃક્ષો હવાને શુદ્ધ કરે છે.
વૃક્ષો ન હોય તો ધરતી વેરાન રણ જેવી બની જાય. વૃક્ષો વાદળોને ઠંડા પાડે છે, તેથી વરસાદ પડે છે. વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષની છાયામાં પશુઓ અને વટેમાર્ગુઓને છાંયડો અને આરામ મળે છે. વૃક્ષ પર પંખીઓ માળામા બાંધે છે. વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે.
ખાખરાના પાનમાંથી પડિયા- પતરાળા બને છે. વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે. કેટલાંક વૃક્ષો ના લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે.
વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર, રબર તેમજ કેટલીક ઔષધિઓ આપે છે. પોચું લાકડું કાગળ અને દિવાસળી બનાવવા માં વપરાય છે.
ઝાડ તો આપણું જીવન છે. તેમના વિના જીવન અશક્ય નથી.
વૃક્ષો આપણને મદદ કરતા હોવાથી તે આપણા મિત્રો છે. તે પથ્થર મારનારને પણ ફળ આપે છે. તેથી વૃક્ષો સંતો જેવા છે.
વૃક્ષોનો ઘણો મહિમા છે. તેથી દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી થાય છે. આપણે વૃક્ષોને બચાવીશું તો ,વૃક્ષો આપણને બચાવશે.
જરૂર વાંચો- વર્ષાઋતુ ગુજરાતી નિબંધ
જરૂર વાંચો - શિયાળો ગુજરાતી નિબંધ
જરૂર વાંચો - અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ
No comments:
Post a Comment