Saturday, 18 September 2021

મારા પ્રિય શિક્ષક / Mara Priy Shixak


મારા પ્રિય શિક્ષક / Mara Priy Shixak



પૂજ્ય રસિકભાઈ મારા પ્રિય શિક્ષક છે.


રસિકભાઈ ની ઉંમર આશરે ૫૦ વર્ષની છે. તે મારી શાળામાં છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષક તરીકેની કામગીરી બજાવે છે.


રસિકભાઈ એટલે સાદા ની મૂર્તિ. તે ખાદીના સફેદ કપડાં પહેરે છે. તે તંદુરસ્ત છે. પચાસ વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ સ્ફ્રુતિ ધરાવે છે.  


રસિકભાઈ અમને ગુજરાતી અને અંગ્રેજી શીખવે છે. તે શુદ્ધ ભાષા બોલે છે અને અમે પણ શુદ્ધ ભાષા બોલીએ તેવો આગ્રહ રાખે છે. એ એટલું સરસ અંગ્રેજી શીખવે છે કે અમારું ઘર કામ કરવા માટે અમારે કોઈની મદદ લેવી પડતી નથી. એમણે શીખવેલા અંગ્રેજી શબ્દો સહેલાઈથી યાદ રહી જાય છે. એમના અક્ષરો મોતીના દાણા જેવા છે. તે ગુજરાતી કવિતાઓ મધુર રાગમાં ગાય છે. તે ગુજરાતી ના નિબંધો અને વ્યાકરણ પણ સરસ શીખવે છે. તે અમને ક્યારેક વાર્તા પણ કહે છે.


રસિકભાઈ સદા હસતા રહે છે. તે શાળામાં રોજ સમયસર આવે છે તે અમારા પર કદી ગુસ્સે થતા નથી. તે શિસ્તના આગ્રહી છે. તે કડક હોવા છતાં પ્રેમાળ છે તે અમને અમારી કોઈપણ મુશ્કેલી દૂર કરવામાં મદદરુપ બને છે.


રસિકભાઈ ઈતર પ્રવૃતિઓમાં ઘણો રસ લે છે. તેમને નાટક, સંવાદ, વેષભુષા વગેરેની તાલીમ આપે છે. તે બહુ ઓછું બોલે છે. તેમનું આચરણ અમને સતત પ્રેરણા આપતું રહે છે.


રસિકભાઈ અમારા સાચા મિત્ર અને માર્ગદર્શક છે.


બીજા પણ ગુજરાતી નિબંધ વાંચો.

1‌)જળ એજ જીવન

2)વૃક્ષારોપણ દિન

3) મારી શાળા 

4) મારું ગામ 

1 comment:

  1. PayPal added support for Apple Passkeys on iOS, iPadOS and macOS,with more platforms to come. Passkeys are a new new} industry normal created by the FIDO Alliance and the World Wide Web Consortium — in partnership with Apple, Google and Microsoft — which might be} designed to switch passwords. Twitter started testing a blockchain-agnostic tool that permits users to show their NFTs in tweets in partnership with Dapper Labs, Magic Eden, Rarible and Jump.trade. Apple expanded its App Store ads platform to include the principle Today tab and a “You Might Also Like” part on the backside of particular person app listings in all international locations on October 25, except China. The different big rule adjustment, nonetheless, is a little more} startling. In a bold transfer, Apple essentially 온라인카지노 said it deserves a minimize of Meta’s ads business as well as|in addition to} another social app.

    ReplyDelete