વૃક્ષારોપણ દિનની ઉજવણી |
અમારી શાળામાં દર વર્ષે 'વૃક્ષારોપણ દિન' ઉજવવામાં આવે છે.
આ વર્ષે ૨૦, જુલાઈના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવ્યો.બધા વિદ્યાર્થીઓ સવારે આઠ વાગ્યે શાળાએ પહોંચી ગયા. અમે શાળાનું મેદાન સાફ કર્યું અને તેમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોધ્યા.
સૌપ્રથમ એક ખાડામાં આચાર્યશ્રીએ આસોપાલવનો છોડ રોપ્યો. તે ખાડામાં માટી અને ખાતર નાખ્યા. પછી છોડને પાણી પાયુ. અમે સૌએ તાળીઓ પાડીને અમારી ખુશી પ્રગટ કરી. ત્યાર પછી અમારા શિક્ષકોએ અને અમે કેટલાક છોડ રોપ્યા.
જરૂર વાચો-વૃક્ષો આપણા મિત્રો ગુજરાતી નિબંધ
વૃક્ષારોપણ કર્યા પછી એક સભા યોજવામાં આવી. એમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિએ ફુલગુચ્છથી આચાર્યશ્રી નું સ્વાગત કર્યું. પછી અમારા આચાર્યશ્રીએ અમને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું.
તેમણે કહ્યું, "આજે વિશ્વમાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે". હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ આપણા જીવનને ભારે નુકસાન કરી રહ્યું છે. પ્રદૂષણ ઘટાડવા માટે આપણે સૌએ સક્રિય બનવું પડશે. પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો અમૂલ્ય ફાળો છે. વૃક્ષોના લીલા પાન હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને હવામાં પ્રાણવાયુ છોડે છે. તેથી હવા શુદ્ધ થાય છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે અને ધરતીની શોભામાં વધારો કરે છે. વૃક્ષો આપણને ફળ આપે છે.
પંખીઓ વૃક્ષોની ડાળીઓ પર માળા બાંધે છે. વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે. વૃક્ષો આપણને મધ,લાખ, ગુંદર, રબર અને જાતજાતની ઔષધિઓ આપે છે. કેટલાંક વૃક્ષો ના લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે. વૃક્ષો નું લાકડું બળતણ તરીકે વપરાય છે. વૃક્ષો આપણા મિત્રો છે. તે આપણને પરોપકાર કરવાનો બોધ આપે છે તેથી આપણા ગુરુ જેવા છે. નવા વૃક્ષો ઉગાડવા ,ઉછેરવા અને તેમને જાળવવા એ આપણી નૈતિક ફરજ છે.
આચાર્યશ્રી નું ભાષણ પૂરું થયા પછી અમારા વિદ્યાર્થી પ્રતિનિધિએ સૌનો આભાર માન્યો.
અમે સૌએ વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી.
No comments:
Post a Comment