Sunday 19 September 2021

મારી શાળા ગુજરાતી નિબંધ/ My School gujarati nibandh


મારી શાળા / My School

                                   
                                   'શાળા અમારી વહાલી માવડી,

 તેના અમે બધા બાલુડા હોજી .'


મારી શાળાનું નામ 'હરદેવાસણા પ્રાથમિક શાળા' છે. તે વડગામ તાલુકો બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં આવેલી છે. તેમા ધોરણ ૧ થી ૮ સુધીના બાળકો અભ્યાસ કરે છે.


જરૂર વાંચો-વૃક્ષારોપણ દિનની ઉજવણી


મારી શાળાનું મકાન ત્રણ માળનું છે. દરેક માળ પર આઠ ઓરડા છે. બધા ઓરડા વિશાળ અને હવા-ઉજાસવાળા છે. તેમાં પંખા અને ટ્યુબલાઇટ છે. શાળાના આગળના ભાગમાં એક નાનો સુંદર બગીચો છે. તેમાં લીમડો, આસોપાલવ, શિરીષ, ચંપો તથા કરેણ જેવા નાના મોટા વૃક્ષો છે. શાળાના પાછળના ભાગમાં રમત-ગમતનું મેદાન છે. ત્યાં અમે ખો-ખો, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતો રમીએ છીએ.તેમાં હીંચકા અને લપસણી જેવાં રમતગમત સાધનો પણ છે. મારી શાળામાં એક મોટો પ્રાર્થનાખંડ છે. ત્યા અમે પ્રાર્થના અને સંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. મારી શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે.


અમારી શાળાના આચાર્યશ્રી નેહલભાઈ પંચાલ સાહેબ છે. તે વિદ્વાન છે. શાળાના બધા શિક્ષકો પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે.અમારી શાળામાં પ્રવાસ, રમતોત્સવ, પ્રદર્શન વાલીદિન અને સંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અમે આ વર્ષે સૈનિકફંડ માટે 50 હજાર રૂપિયા નો ફાળો એકઠો કર્યો હતો.


મારી શાળા મને બહુ ગમે છે.





જરૂર વાંચો- વર્ષાઋતુ ગુજરાતી નિબંધ 



 

No comments:

Post a Comment