મને વાંચવાનો ઘણો શોખ છે. હું મારા પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો પણ નિયમિત વાંચું છું. મને વાર્તા ના પુસ્તકો અને મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવામાં ખૂબ રસ પડે છે. મારા પિતાજી મને દર વર્ષે પુસ્તક મેળામાં લઇ જાય છે ત્યાંથી હું મારા મનગમતા પુસ્તકો ખરીદી લાવું છું. હું મારા વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીનો સભ્ય છું. ત્યાં જઈને હું સામાયિકો અને સમાચારપત્રો વાંચું છું. મારા દફ્તરમાં પણ એકાદ વાર્તા ની ચોપડી રાખું છું. જ્યારે સમય મળે ત્યારે હું તે વાચું છું.
વાંચનના શોખથી મને ઘણા ફાયદા થયા છે. હું મારી શાળાની પ્રાર્થના સભામાં મહાપુરુષોના જીવન પ્રસંગો કહું છું. હું વકૃત્વસ્પર્ધામાં ભાગ લઉં છું. તેમાં હું સારી રીતે બોલી શકું છું મને ઘણી વકૃત્વ સ્પર્ધામાં ઇનામો પણ મળ્યા છે. મારા પુસ્તકોના વાંચનથી મારા જીવનમાં નિયમિતતા આવી છે. હું પ્રમાણિક અને મહેનતુ બન્યો છું. પુસ્તકો મારા ખાસ મિત્રો છે. વાંચનથી મારી એકાગ્રતા તથા સામાન્ય જ્ઞાન વધ્યા છે. મને અભ્યાસમાં પણ ઘણો ફાયદો થયો છે.
શોખ(Hobby) વગરનું જીવન નકામું છે.
જરૂર વાચો બીજા ગુજરાતી નિબંધ-
2) કોરોના વયરસ
4) વર્ષાઋતુ
ભરતભાઈ વજાભાઈ
ReplyDeleteમારી પરીક્ષા ૮ વાગે મોકલ જો
ReplyDelete