જળ એજ જીવન ગુજરાતી નિબંધ |
આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે.તે ઉપરાંત પાણી નાહવા, કપડા અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં વપરાય છે . મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિસૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે ,ફુલછોડ ન ઉગે. પશુપંખીઓ પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે.
પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે. જે વર્ષે વરસાદ ન પડે કે બહુ ઓછો પડે તે વર્ષે દુકાળ પડે છે.મનુષ્યો અને પશુ પંખીઓ પાણી વિના ટળવળે છે. ખેતરોમાં અનાજ પાકતું નથી.
વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવીએ છીએ .આમ છતાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે .પાણીનો વપરાશ વધતો જાય છે ભૂગર્ભ જળની સપાટી ઊંડે ને ઊંડે જઇ રહી છે .ભવિષ્યમાં લોકો પાણી વિના ટળવળશે, પાણી માટે યુદ્ધ થશે, એવું કેટલાક લોકો માને છે.
આ સમસ્યાના ઉકેલ માટે અનેક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે. ચેકડેમ બાંધવામાં આવ્યા છે, જેથી ચોમાસામાં નકામાં વહી જતાં પાણીનો સંગ્રહ થાય અને તેનો પીવામાં અને સિંચાઇનો ઉપયોગ થાય.
આપણે પણ પાણી બચાવવા ઘણું કરી શકીએ. આપણે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીએ. નળ ખુલ્લા ન રાખીએ અને નળ ટપકતા ન રાખીએ. આપણે પાણીનો બગાડ ન કરીએ. આપણી આસપાસના લોકોને પણ પાણીનો બગાડ કરતા અટકાવીએ.
'જીવવું હોય તો જળ બચાવો.' ' જળ છે તો જીવન છે' તે પ્રજા છે શાણી, જે બચાવે પાણી 'આ સૂત્ર નો પ્રચાર કરીએ.
જરૂર વાંચો- વર્ષાઋતુ ગુજરાતી નિબંધ
જરૂર વાંચો - શિયાળો ગુજરાતી નિબંધ
જરૂર વાંચો - અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ
No comments:
Post a Comment