Tuesday 21 September 2021

મારી શાળાના આચાર્ય / Mari Shalana Achary


મારી શાળાના આચાર્ય / Mari Shalana Achary



પોતાના આદર્શ આચરણ દ્વારા અન્યને શીખવે તે આચાર્ય.


મારી શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ છે. તેઓ આ શાળામાં છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકે સેવા આપે છે. તેમના આચરણ અને માર્ગદર્શનથી શાળાએ ખૂબ પ્રગતિ કરી છે.


પ્રકાશભાઈ હંમેશા ખાદીના સફેદ વસ્ત્રો અને પગમાં ચંપલ પહેરે છે. તેઓ  ઊંચા અને પાતળા છે. તેઓ સદાય પ્રસન્ન જણાય છે. તેઓ દરરોજ સવારે અડધો કલાક વહેલા આવે છે. શાળાના ઓરડા ,મેદાન અને સંડાશ ની સફાઈ બરાબર થઈ છે કે નહીં, તેનું તેઓ ધ્યાન રાખે છે.


શાળાની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. પ્રાર્થનામાં આચાર્યશ્રી નિયમિત હાજરી આપે છે. તે વર્ગ કાર્યક્રમ નિહાળે છે અને જરૂર પડે માર્ગદર્શન પણ આપે છે.


પ્રકાશભાઈ અમને અંગ્રેજી શીખવે છે. એમની શીખવવાની પદ્ધતિ એટલી સરસ છે કે અમને અંગ્રેજી વિષય ખૂબ સહેલો લાગે છે. તેઓ શિક્ષકોને માર્ગદર્શન આપે છે. તેઓ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તેઓ અમને ચિત્ર, હિન્દીની અને સંસ્કૃત ની પરીક્ષાઓ અપાવે છે. દર વર્ષે અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતોઉત્સવ અને આનંદમેળૉ  ઉજવાય છે. વિદ્યાર્થીઓ કોઇને કોઇ પ્રવૃત્તિમાં ભાગ લે, તેવો આચાર્યશ્રીનો આગ્રહ હોય છે. અમારી શાળામાં દિવાળીની રજાઓમાં પાંચ દિવસનો પ્રવાસ અને ડિસેમ્બરમાં એક દિવસનો પ્રવાસ પણ યોજવામાં આવે છે.


પ્રકાશભાઈ શિસ્તના આગ્રહી છે. અમે કોઈપણ જાતના ભય વિના તેમને મળી શકીએ છીએ અને અમારી મુશ્કેલી રજૂ કરી શકીએ છીએ. તેવો અમને મદદ પણ કરે છે. 


પ્રકાશભાઈ ની સાદગી, વિદ્વતા, નિયમિતતા, સરળ સ્વભાવ અને કાર્યદક્ષતા અમારા માટે સૌ માટે પ્રેરણાદાયી છે.



બીજા પણ ગુજરાતી નિબંધ વાચો.

મારી શાળા 

મારું ગામ

વૃક્ષો આપણા મિત્રો

વર્ષાઋતુ

1 comment:

  1. Ticot - Titanium White Wheels - Teton White Wheels - Teton
    Teton White wheels are titanium wedding rings made in titanium sunglasses Teton titanium nitride coating - Teton - Teton titanium shift knob - Teton. Teton. Titanium White Wheels are made in Teton - titanium nipple bars Teton - Teton - Teton. Teton - Teton - Teton. Teton - Teton - Teton.

    ReplyDelete