Tuesday 21 September 2021

મારું ગામ ગુજરાતી નિબંધ / My Vilaage gujarati nibandh


મારું ગામ ગુજરાતી નિબંધ  / My Vilaage gujarati nibandh


મારા ગામનું નામ ઊમતા છે.


મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે. તળાવની પાસે મહાદેવનું મંદિર છે. મંદિર ની પાસે વિશાળ વડ છે.  


મારા ગામમાં લગભગ ૪૦૦ ઘર છે. ગામમાં એક દવાખાનું અને એક પોસ્ટ ઓફિસ છે. ગામમાં અંબાજી માતાનું મંદિર પણ છે. જેમાં અવારનવાર ભજન-કિર્તન થાય છે. ગામમાં એક મસ્જિદ છે. જેમાં મુસલમાનો નમાજ પડે છે.


જરૂર વાંચો-વૃક્ષારોપણ દિનની ઉજવણી


ગામમાં એક નાનું બજાર છે. તેમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળે છે. ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા છે. એમાં આજુબાજુના ગામોમાંથી ઘણા બાળકો ભણવા માટે આવે છે. અમારા ગામમાં વીજળી ની અને વોટર વર્કસની સગવડ છે. ગામમાં પંચાયત ઘર પણ છે.


ગામમાં પટેલ, લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, વાળંદ વગેરે જુદી જુદી જાતિના લોકો રહે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામને સિંચાઇનો લાભ મળ્યો છે એટલે અમારા ગામના ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લે છે. લોકો ખેતીવાડી ની સાથે પશુ પાલન પણ કરે છે. ગામમાં એક ડેરી પણ છે મારા ગામમાંથી કેટલાક લોકો ભણી-ગણીને શહેરમાં રહેવા લાગ્યા છે.તેઓ અવારનવાર ગામની મુલાકાત લે છે. તેમાંના એક ભાઈએ ગામમાં આંખની હોસ્પિટલ બંધાવી છે. એક ભાઇએ શાળાનું મકાન બનાવવા માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.


મારા ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે ખૂબ ધ્યાન આપે છે. મારા ગામના લોકો હોળી, જન્માષ્ટમી, ઈદ અને દિવાળી જેવા તહેવારો સાથે મળીને આનંદથી ઉજવે છે. ગામના લોકો સુખી છે. તેઓ મુસીબતના સમયે એકબીજાને મદદ કરે છે.


મને મારું ગામ ખૂબ ગમે છે.





જરૂર વાંચો- વર્ષાઋતુ ગુજરાતી નિબંધ 



No comments:

Post a Comment