મારે ઘણા મિત્રો છે. તેમાં અજય મારો પ્રિય મિત્ર છે.
અજય મારા વર્ગમાં જ ભણે છે. તે અમારી સોસાયટીમાં રહે છે. અજય તંદુરસ્ત છે. તે ભણવામાં પણ હોંશિયાર છે.તે વર્ગમાં હંમેશા પહેલા -બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે.
અજય અમારી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. અમે દર રવિવારે સવારે ક્રિકેટ રમીએ છીએ. તે સારો બેટ્સમેન છે. અજય વાંચવાનો શોખ છે. તેને વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. તેના દફ્તરમાં વાર્તાનું એકાદ પુસ્તક તો હોય જ છે. વર્ગમાં જ્યારે સમય મળે ત્યારે તે વાર્તા નું પુસ્તક વાંચે છે.
અજય સદા હસતો રહે છે. તેને રમુજ કરવાની પણ ટેવ છે. તેને ઘણા મિત્રો છે. તે પોતાની વર્ષગાંઠને દિવસે બધા મિત્રોને આમંત્રણ આપે છે. તેના માતા પિતાનો સ્વભાવ ખૂબ સારો છે. અમે અજયને ઘેર જઈએ ત્યારે તેઓ રાજી રાજી થઇ જાય છે.
અજય અને હું સાથે બેસીને ઘર કામ કરીએ છીએ. અમે નિશાળે પણ સાથે જ જઇએ છીએ. ઉનાળાની રજાઓમાં અમે સાથે પ્રવાસ જઈએ છીએ. અજય નિશાળે ન આવે તે દિવસે મને પણ નિશાળમાં ગમતું નથી.
બીજા પણ ગુજરાતી નિબધ વાચો.
No comments:
Post a Comment