મારી મમ્મીનું નામ શીલાબેન છે. તેની ઉંમર આશરે ૩૫ વર્ષની છે. તે ખૂબ દેખાવડી છે. તે મને ખૂબ વ્હાલ કરે છે. તે બેંકમાં નોકરી કરે છે.
મારી મમ્મી સવારે વહેલી ઉઠે છે. તે ઘરના બધા કામ જાતે કરે છે. મારી બહેન મારી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. મારી મમ્મી ની બનાવેલી રસોઈ બહુ સ્વાદિષ્ટ હોય છે. મમ્મી મને સવારે વહાલથી જગાડે છે અને તૈયાર કરે છે. રોજ અમે બંને સાથે જમવા બેસીએ છીએ. તે બેંકમાં જતી વખતે મને નિશાળે મૂકતી જાય છે. તે મને સાંજે નિશાળે લેવા માટે આવે છે. મારી મમ્મી મને રોજ મારા સ્વાધ્યાયમાં મદદ કરે છે.
મારા મમ્મી પપ્પા મારા દાદા-દાદી ની સારી દેખરેખ રાખે છે. મારી મમ્મીને ગીતો અને ભજનો ખાવાનો શોખ છે. તે ઘરમા કામ કરતા કરતા ગીતો અને ભજનો ની કેસેટ વગાડે છે. રજાના દિવસે અમે મમ્મી અને પપ્પા સાથે બગીચામાં ફરવા જઈએ છીએ. કોઈ વાર અમે બધા ફિલ્મ કે નાટક જોવા પણ જઈએ છીએ.
મારી મમ્મી સદાય ખુશ રહે છે. જો અમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે અમને પ્રેમથી સમજાવે છે. મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે મને ઘર સૂનું સૂનું લાગે છે. મારી મમ્મી મને ખૂબ વહાલી છે.
બીજા ગુજરાતી નિબધ વાચો.
No comments:
Post a Comment