Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

Navaratri Gujarati Nibandh / મારો પ્રિય તહેવાર નવરાત્રિ / નવરાત્રિ વિશે ગુજરાતી નિબંધ


Navaratri Gujarati Nibandh / મારો પ્રિય તહેવાર નવરાત્રિ / નવરાત્રિ વિશે ગુજરાતી નિબંધ

નવરાત્રી મારો પ્રિય તહેવાર છે.



નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે. તે એક મોટો તહેવાર છે. અંબાજી માતા એ મહિષાસુર રાક્ષસનો વધ કરવા તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે તેનો વધ થયો હતો. તેની ખુશીમાં વિજયાદશમી ઉજવાય છે.



નવરાત્રિના નવ દિવસ સુધી રાત્રે માતાજીના ગરબા ગવાય છે. શેરીએ-શેરીએ મંડપ બંધાય છે. તેમાં માતાજીની માંડવી કે ફોટો મુકવામાં આવે છે. રાત્રે સ્ત્રી પુરુષો અને બાળકો ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે. મને ગરબે ઘૂમવાનો ખૂબ શોખ છે. હું ચણિયાચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે ગરબે ઘુમવા જાઉં છું. અમારી સોસાયટીમાં દરરોજ જુદી જુદી મંડળીઓને બોલાવવામાં આવે છે. મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રાસની રમઝટ જામે છે.ઘણા લોકો અમારી સોસાયટીમાં ગરબા જોવા અને દાંડિયા રમવા માટે આવે છે. અમારી શાળામાં નવરાત્રીના છેલ્લા ચાર દિવસ રજા હોય છે.


ઘણીવાર મને થાય છે કે નવરાત્રીનો તહેવાર વારંવાર આવતો હોય તો!








બીજા ગુજરાતી નિબધ જરૂર વાચો-

મારા દાદીમા ગુજરાતી નિબંધ

મારા દાદાજી ગુજરાતી નિબંધ

નવરાત્રિ

દશેરા ( વિજયાદશમી)

Post a Comment

0 Comments