Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

મારા દાદાજી ગુજરાતી નિબંધ / Mara Dadaji gujarati Nibandh

મારા દાદાજી ગુજરાતી નિબંધ / Mara Dadaji gujarati Nibandh



મારા દાદાજી નું નામ કાનજીભાઇ છે. તે 70 વર્ષના છે. તે તંદુરસ્ત છે. તેમના વાળ ધોળા છે. તેમના માથાના પાછલા ભાગમાં ટાલ પડી ગઈ છે. તે ચશ્મા પહેરે છે.


મારા દાદાજી સવારે પાંચ વાગે ઊઠે છે. તે પ્રભાતિયું ગાય છે. પછી નાહીધોઈ સવારમાં એક કલાક ભગવાનની પૂજા કરે છે. તે રોજ ગીતાનો એક અધ્યાય વાંચે છે. પછી તે ચા પીવે છે. ત્યારબાદ તે મંદિરે જાય છે. ત્યાંથી પાછા આવીને તે છાપું વાંચે છે. બપોરે જમીને તે થોડોક આરામ કરે છે. બપોર પછી તે પુસ્તકો વાંચે છે. સાંજે તેમના મિત્રો સાથે ફરવા જાય છે. પાછા ફરતી વખતે તેઓ મંદિર પણ જાય છે. મારા દાદાજી સાંજે જમતા નથી. માત્ર ફળ અને દૂધ લે છે. તે રાત્રે ટીવીમાં સમાચાર જુએ છે. ક્યારેક ટીવીમાં રામાયણ કે મહાભારત પણ જુએ છે. મારા દાદાજી મને ભણવામાં મદદ કરે છે. તેમને અંગ્રેજી અને ગણિત ખુબ સરસ આવડે છે. હું તેમની પાસેથી અંગ્રેજી અને ગણિત શીખવું છું. તેમના અક્ષર મોતીના દાણા જેવા છે. રાત્રે સૂતા પહેલાં હું દાદાજી પાસેથી વાર્તા સાંભળું છું.



મારા દાદાજી સાદાઇથી રહે છે. તે અમારા સમાજના આગેવાન છે. ઘણા લોકો એમની પાસે સલાહ લેવા માટે આવે છે. અમારા કુટુંબમાં પણ બધા તેમની સલાહ પ્રમાણે ચાલે છે. મારા દાદાજીને કોમ્પ્યુટર પણ આવડે છે. દાદાજી અમારા સૌના ખુબ વાલા છે.




બીજા પણ ગુજરાતી નિબંધ વાંચો

મારી શાળાના આચાર્ય

મારું ગામ

મારી વહાલી મમ્મી

મારા પ્રિય શિક્ષક

મારો શોખ

Post a Comment

0 Comments