આસો માસ એટલે તહેવારોનો મહિનો.
નવરાત્રિના નવ દિવસ પુરા થયા પછી આસો સુદ દશમ ને દિવસે દશેરાનો તહેવાર આવે છે.
દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. અંબામાતા એ મહિસાસુર રાક્ષસ ને મારી નાખવા માટે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું. દસમા દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો. મહિસાસુર રાક્ષસ મરાયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે.
આ દિવસે રામચંદ્ર ભગવાને લંકાના રાજા રાવણ નો વધ કર્યો હતો અને લંકા પર વિજય મેળવ્યો હતો. તેની યાદમાં પણ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે.
આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે.
રાજાઓના સમયમાં આ તહેવારનું ઘણું મહત્વ હતું. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રોનું પૂજન કરતા અને મોટી સવારી કાઢી વિજય કૂચ કરતા. દશેરાના દિવસે શહેરોમાં રાવણ નું મોટું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે. કેટલીક સ્થળે આતશબાજી પણ થાય છે.
દશેરાનો દિવસ શુભ દિવસ ગણાય છે તેથી કેટલાક લોકો આ દિવસે નવી દુકાન, મકાન અને ઉદ્યોગ નું ઉદઘાટન કરે છે. આ દિવસે કેટલાક સ્થળે યજ્ઞ હવન કરવામાં આવે છે.આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનું મહિમા છે.
દશેરા આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે.
બીજા ગુજરાતી નિબધ જરૂર વાચો-
No comments:
Post a Comment